નવી દિલ્હી: તેલંગણાના હૈદરાબાદ (Hyderabad) માં દિશા ગેંગરેપ અને મર્ડરના આરોપીઓના એન્કાઉન્ટર વચ્ચે દિલ્હીના નિર્ભયા કેસ (Nirbhaya Case) ના દોષી વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ (President)  પાસે મોકલવામાં આવી છે. ગૃહ મંત્રાલયે મોતની સજાની માફીની માગણીને નકારી કાઢી છે. હવે દોષિતોની દયા અરજી પર છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ આ અગાઉ દયા અરજી ફગાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે તેલંગણાના ડોક્ટરના ગેંગરેપ અને મર્ડરના આરોપીઓને આજે વહેલી સવારે જ પોલીસ એન્કાઉન્ટર (Encounter) માં ઠાર કરાયા. આ અંગે પ્રતિક્રિયા આપતા નિર્ભયાના માતા આશાદેવીએ કહ્યું કે જે પ્રકારે તેલંગણા મામલે પોલીસે ન્યાય કર્યો તે જ રીતે નિર્ભયાના દોષિતોને પણ સજા મળવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ: એન્કાઉન્ટર પર BJP મહિલા સાંસદે ઉઠાવ્યાં સવાલ, કહ્યું-'જે પણ થયું ખુબ ભયાનક થયું'


તેમણે કહ્યું કે તેમની પુત્રી નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે ફટકારી છે. પરંતુ હજુ પણ તેમને ફાંસી આપવામાં આવી નથી. અમને હજુ ન્યાય મળ્યો નથી. પરંતુ જે પ્રકારે તેલંગણા પોલીસે કામ કર્યું તે જ રીતે નિર્ભયાના દોષિતોને ફાંસી આપીને ન્યાય કરવો જોઈએ. ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં નિર્ભયાના માતાએ આ વાત કરી. 


હૈદરાબાદ: એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીઓને લોકોએ ગુલાબની પાંદડીઓથી વધાવ્યાં, મહિલાઓએ રાખડી બાંધી


દિલ્હીમાં વર્ષ 2012માં સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી નિર્ભયાના પિતા અને તેના વકીલે હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓએ શુક્રવારના રોજ અથડામણમાં ઠાર કરવા બદલ તેલંગણા પોલીસની પીઠ થાબડી છે. નિર્ભયાના પિતાએ કહ્યું કે મારું માનવું છે કે તેમણે ખુબ સારું કામ કર્યું. જો તેઓ ભાગી જાત તો એ સવાલ ઉઠત  કે પોલીસે તેમને ભાગવા કેમ દીધા. તેમને ફરીથી પકડવા પણ મુશ્કેલ બની જાત. જો તેઓ પકડાઈ પણ જાત તો સજા આપવાની પ્રક્રિયામાં ખુબ સમય લાગી જાત.


આ VIDEO પણ ખાસ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube